મહાત્મા ગાંધી અને શાસ્ત્રીને દેશભરના લોકોએ યાદ કર્યા

1235

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના જન્મદિવસના પ્રસંગે આજે તેમને યાદ કરવામાં આવ્યા હતા. તેમને તમામ મોટા નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. રાજઘાટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પહોંચ્યા હતા. તમામ નેતાઓએ બાપૂને યાદ કર્યા હતા અને તેમની સમાધિ ઉપર પુષ્પાંજલિ આપી હતી. વિજયઘાટ ઉપર લાલબહાદુર શાસ્ત્રીને પણ નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ ટિ્‌વટ મારફતે બંને મહાન વિભૂતિઓને યાદ કરી હતી. ગાંધી જ્યંતિ ઉપર બાપૂને સતસત નમન કહીને ટિ્‌વટર ઉપર મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી.

મોદીએ કહ્યું હતું કે, તેમના વિચાર દુનિયાભરમાં લાખો લોકોને પ્રેરણા આપે છે.આ ટિ્‌વટની સાથે મોદીએ બાપુના જીવન અને તેમના વ્યક્તિત્વને લઇને પોતાની બાબતો રજૂ કરી રહ્યા છે. લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરતા મોદીએ કહ્યું છે કે, જય જવાન જય કિસાન ઉદઘોષ કરીને લાલબહાદુર શાસ્ત્રીએ દેશના લોકોમાં નવા પ્રાણ ફૂંકી દીધા હતા. નવો ઉત્સાહ જગાવ્યો હતો.

જવાનો અને કિસાનો માટે પ્રેરણા સમાન અને દેશને કુશળ નેતૃત્વ આપનાર લાલ બહાદૂર શાસ્ત્રીને પણ દેશના લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ પહોંચ્યા હતા.  બીજી બાજુ દેશમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન બંને મહાન હસ્તીઓને યાદ કરીને કરવામાં આવ્યા હતા.  લાલ બહાદૂર શાસ્ત્રી અને મહાત્મા ગાંધીના જીવન સાથે જોડાયેલા જુદા જુદા કાર્યક્રમનું આયોજન દેશના વિવિધ ભાગોમાં કરવામાં આવ્યું હતું. લોકો ઉત્સાહ સાથે જોડાયા હતા.દેશના જુદા જુદા ભાગોમાં સ્વચ્છતા સાથે સંબંધિત કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. પ્રાર્થના સભાઓનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. લોકો આજે પણ તેમનાથી પ્રેરણા મેળવી છે.

Previous articleકોલકાતાના દમદમ બજારમાં ધડાકો, ૧નું મોત, ૧૦ ઘાયલ
Next articleબાપૂના સ્વચ્છતાના મંત્રથી ભારતને આઝાદી મળી ગઇ