ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં છે. રાજધાની દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે વડાપ્રધાન મોદીને આ પુરસ્કાર એનાયત કર્યો. ‘ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ’ પુરસ્કાર મેળવ્યાં બાદ પીએમ મોદીએ હાજર લોકોને સંબોધન કર્યું. કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ‘ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ’નું સન્માન પર્યાવરણની સુરક્ષા માટે ભારતની જનતાની પ્રતિબદ્ધતાનું પરિણામ છે.
પીએમ મોદી અને મેક્રોન દુનિયાના તે છ પ્રબુદ્ધ લોકોમાં સામેલ છે જેમને પર્યાવરણમાં ફેરફાર લાવવા માટે ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં કહ્યું કે ‘આ વર્ષે સન્માન મેળવનારાઓએ સાહસી, નવોન્મેષી તથા આપણા સમયના સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓને પહોંચી વળવા માટે કામ કર્યું.’