રાજ્યમાં દલિતો પર અત્યાચારનો વધુ એક મામલો સામે આવ્યો છે. આ ઘટના જૂનાગઢ જિલ્લાના ભેંસાણના મેંદપરા ગામે બની છે. એક યુવકને જાનવરની જેમ ચલાવાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ બે વ્યક્તિ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ છે. તેના પર જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરીને મારમારવાનો આરોપ લગાવાયો છે.
પ્રાપ્ત વિગત અનુસાર આ દલિક યુવક રીક્ષા ચલાવે છે. તેના પર કારખાનામાં કામ કરતી યુવતીની છેડતીનો આક્ષેપ કર્યા બાદ માર માર્યો હતો. ત્યારબાદ તેને રસ્તા પર પશુની જેમ ચલાવવામાં આવ્યો હતો.