સમલૈગિકતાને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવાના સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયના થોડા દિવસ પછી 25 વર્ષીય એક મહિલાએ બીજી મહિલા ઉપર રેપનો આરોપ લગાવ્યો છે. જોકે, તે કેસ નોંધાવવામાં નિષ્ફળ રહી હતી. પીડિત મહિલા પૂર્વી ભારતથી કામ માટે દિલ્હી આવી હતી.
મહિલાનો દાવો છે કે, 19 વર્ષીય આરોપી મહિલાએ તેની સથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. તેની સાથે મારામારી કરી હતી. મહિલાનો આરોપ છે કે દિલ્હીની સીમાપુરી પોલીસ સ્ટેશનના કર્માચારીઓએ આરોપીને પકડવાથી ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ પણ તેનું શોષણ થવાનું ચાલતું જ રહ્યું હતું.