ત્રિપુરાના ષ્ઠદ્બ વિપ્લવ કુમાર દેવે કહ્યું કે તેમની સરકાર દ્ગઝ્રઈઇ્ના અભ્યાસક્રમાં સંશોધન કરી રહી છે. જેનાથી અભ્યાસક્રમમાં ભારતીય ઈતિહાસનો સમાવેશ કરવામાં આવે.
ત્રિપુરા યુનિવર્સિટીના સ્થાપના દિવસ પર વિપ્લવ દેવે કહ્યું કે આજના અભ્યાસક્રમાં ભારતીય ઈતિહાસને શોધવો મુશ્કેલ છે. પુસ્તકોમાં સ્ટાલિન, લેનિન અને રૂસી ક્રાંતિ આવે છે. મને તેની સાથે કોઈ સમસ્યા નથી પરંતુ ગાંધી પણ ઈતિહાસમાં હોવા જોઈએ. વિપ્લવ દેવે કહ્યું કે તેમની સરકાર દ્ગઝ્રઈઇ્ના અભ્યાસક્રમાં સંશોધન કરીને ૨૦૧૯ સુધી નવો અભ્યાસક્ર લાગૂ કરવોનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનિય છે કે આ અગાઉ જૂનમાં ત્રિપુરાના શિક્ષણમંત્રી રતન લાલ નાથે શિક્ષણના સંદર્ભમાં ત્રિપુરાને પછાત ગણાવ્યું હતું. ત્રિપુરાના શિક્ષણમંત્રી સિવાય રાજયપાલ તથાગત રોય પણ ઈતિહાસના પુસ્તકના અભ્યાસક્રમાં સવાલ ઉઠાવી ચૂકયા છે.