સંઘ પ્રમુખ મોહન ભાગવતના નિવેદન બાદ જેડીયુ નેતા કેસી ત્યાગીએ રામ મંદિર મામલે નિવેદન આપ્યું છે. કેસી ત્યાગીએ કહ્યું કે, દ્ગડ્ઢછના એજન્ડામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો નથી. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે સંઘ પ્રમુખ મોહન ભાગવત, ભાજપ સાંસદ સાક્ષી મહારાજ નિવેદન આપી રહ્યા છે. ત્યારે બિહારમાં ભાજપની સહયોગી પાર્ટી ત્નડ્ઢેંએ અલગ નિવેદન આપ્યું છે. કેસી ત્યાગીએ વધુમાં કહ્યું કે, રામ મંદિરનો એજન્ડા કાલે કે આજે પણ નથી.
એનડીએમાં જે પક્ષો સામેલ થઈ રહ્યા એ તમામ રાજરીય પક્ષો રામ મંદિરના નિર્માણ માટે પ્રતિબદ્ધ નથી. ત્યાગીએ વઘુમાં જણાવ્યુ કે, એનડીએની રચના જ્યારે કરવામાં આવી ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે, નેશનલ એજન્ડા ફોર ગવર્નેસ હેઠળ રામ મંદિરનો મુદ્દો એનડીએના ઘોષણા પત્રથી અલગ રહેશે. જેથી રામ મંદિરના નિર્માણનો મુદ્દો માત્ર ભ્રામક પ્રચારનો મુદ્દો બન્યો છે.