મોખરાની અભિનેત્રી શ્રદ્ધા કપૂરે કહ્યું હતું કે પંકજ ત્રિપાઠી એવો અભિનેતા છે કે એ સેટ પર આવતાંની સાથેજ વાતાવરણમાં ઉત્સાહનો સંચાર થઇ જાય છે.
શ્રદ્ધા અને રાજકુમાર રાવે તાજેતરમાં આપેલી હિટ હોરર કોમેડી ફિલ્મ સ્ત્રીમાં પંકજ ત્રિપાઠી સાથે આ બંને કલાકારોએ કામ કર્યું હતું. શ્રદ્ધાએ કહ્યું કે પંકજ ત્રિપાઠી જેટલો સારો અભિનેતા છે એટલોજ સરસ માણસ પણ છે. અમને એની સાથે કામ કરવામાં અનેરો આનંદ આવ્યો હતો.
શ્રદ્ધાએ ઉમેર્યું હતું કે સેટ પર સૌને સાથે રાખવાની કળા પણ પંકજમાં સ્વાભાવિક રીતે છે. એ કોઇને અતડો રહેવા દેતા નથી. સૌને સાથે રાખીને કામ કરવામાં પંકજને અનેરો આનંદ આવે છે. એ સતત પોઝિટિવ વાઇબ્રેશન ફેલાવતા રહે છે એટલે બધાંને એની સાથે કામ કરવાની મોજ પડે છે.
હાલ શ્રદ્ધા ઇન્ટરનેશનલ બેડમિંગ્ટન પ્લેયર સાઇના નેહવાલની બાયો-ફિલ્મ કરી રહી છે.
શ્રદ્ધા અને રાજકુમાર રાવે તાજેતરમાં આપેલી હિટ હોરર કોમેડી ફિલ્મ સ્ત્રીમાં પંકજ ત્રિપાઠી સાથે આ બંને કલાકારોએ કામ કર્યું હતું. શ્રદ્ધાએ કહ્યું કે પંકજ ત્રિપાઠી જેટલો સારો અભિનેતા છે એટલોજ સરસ માણસ પણ છે.