વિતેલા વર્ષોમાં કેટલીક ફિલ્મો કરી ચુકેલી અને સેક્સી સ્ટાર તરીકે ઉભરી આવ્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંંથી ગુમ થયેલી તનુશ્રી દત્તા નાના પાટેકર પર આક્ષેપ કરીને ફરી ચર્ચાના ઘેરામાં આવી ગઇ છે. તનુશ્રી વિતેલા વર્ષોમાં ભારે ચર્ચામાં રહી હતી. તે ઇમરાન હાશ્મી સાથે આંશિક બનાયા આપને ફિલ્મમાં ચમકી હતી. જેમાં કેટલાક સેક્સી સીન હતા. નાના પાટેકરે તેની સાથે ખરાબ વર્તન કર્યુ હતુ તેવા તનુશ્રીના નિવેદન બાદ બોલિવુડ હાલમાં બે ભાગમાં વિભાજત છે. કેટલાક સ્ટાર તનુશ્રીને ટેકો આપી રહ્યા છે. જે લોકો તનુશ્રીને ટેકો આપી રહ્યા છે તેમાં હવે યુવા પેઢીમાં લોકપ્રિય વરૂણ ધવનનો સમાવેશ થાય છે. તનુશ્રીના સાહસી નિવેદન બાદ આની પ્રશંસા કરવામા ંઆવી છે. હાલમાં સુઇ ધાગા ફિલ્મમાં અનુષ્કા શર્મા સાથે કામ કરી ચુકેલા વરૂણે કહ્યુ છે કે તે તનુશ્રીને ટેકો આપે છે.