ગુજરાતમાં ૬૮૭ ‘થર્ડ જેન્ડર’ મતદાતા મતાધિકારનો ઉપયોગ કરશે

1610
gandhi6112017-2.jpg

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ૪.૩૩ કરોડ નાગરિકો પોતાના બહુમૂલા મતાધિકારનો ઉપયોગ કરવાના છે. આ વખતે ૪.૩૩ કરોડમાંથી ૬૮૭ મતદાતાનો ’અન્ય’ વિભાગ એટલે કે થર્ડ જેન્ડરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી વખતે થર્ડ જેન્ડર વિભાગમાં આવતા મતદારોનું પ્રમાણ માત્ર ૧૭૬ હતું. આમ, આ વખતે તેમાં અંદાજે પાંચ ગણો વધારો નોંધાયો છે તેમ પણ કહી શકાય. આ વખતે અમદાવાદ જિલ્લામાંથી સૌથી વધુ ૧૦૧ મતદાતા થર્ડ જેન્ડરમાં સામેલ છે.
અમદાવાદ જિલ્લમાંથી નરોડામાં સૌથી ૨૨, વેજલપુર-બાપુનગરમાંથી ૧૧-૧૧, ધંધુકામાંથી ૭, સાબરમતી-વીરમગામ-ઠક્કરબાપા નગરમાંથી ૬-૬ મતદાતા થર્ડ જેન્ડરમાં છે. આ સિવાયના મતક્ષેત્રમાં સાણંદ-નિકોલમાં ૪, અમરાઇવાડી-દરિયાપુરમાં ૩-૩, અસારવા-એલિસબ્રિજ-નારણપુરા-મણિનગરમાં બે-બે જ્યારે ઘાટલોડિયા-ધોળકા-દસ્ક્રોઇ, જમાલપુર ખાડિયા-વટવામાં ૧-૧ મતદાતાએ થર્ડ જેન્ડર કેટેગરીમાં પોતાને સામેલ કર્યા છે. બીજી તરફ કચ્છ, ડાંગ, વલસાડ, ગીરસોમનાથ એવા જિલ્લા છે કે જ્યાં થર્ડ જેન્ડર વિભાગમાં કોઇ મતદાતા નથી. જે નાગરિક પોતાને પુરુષ કે મહિલામાં સામેલ કરવા માગતો ન હોય તેમને ’અન્ય’માં ગણવાની સૌપ્રથમ શરૃઆત ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી વખતે કરવામાં આવી હતી. જોકે, ગત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૧૭૬ નાગરિકોએ તેમને ’અન્ય’માં સામેલ કરવાનું પસંદ કર્યું હતું. જેમાં અમદાવાદમાંથી ૭નો સમાવેશ થતો હતો. આ વખતે અમદાવાદમાં આંક વધીને ૧૦૧ થયો છે. અમદાવાદ બાદ વડોદરામાં થર્ડ જેન્ડર કેટગેરીમાં આવતા હોય તેવા ૭૭ મતદાતા છે. વડોદરામાંથી રાવપુરામાં સૌથી વધુ ૩૬, અકોટામાં ૨૩, કરણજણમાં ૧૨ મતદાતા થર્ડ જેન્ડરમાં આવે છે.

Previous articleઅક્ષરધામ હુમલાનો માસ્ટરમાઇન્ડ અજમેરી ઝડપાયો
Next articleશામળાજી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા