રસાયણશાસ્ત્ર ક્ષેત્ર માટે નોબેલની ઘોષણા થઇ ગઇ છે. આ વખતે રસાયણશાસ્ત્રનો નોબેલ સંયુક્ત રીતે ફ્રાન્સીસ એચ આર્નોલ્ડ તેમજ જ્યોર્જ પી સ્મીથ અને સર ગ્રેગરી પી વિન્ટરને એનાયત કરાયો છે. માનવીની રસાયણીક સમસ્યા ઉકેલાવા માટે જરૂરી પ્રોટીન વિકસાવવા માટેની કામગીરી બદલ તેમને નોબેલ એનાયત કરાયો છે.
એચ અરનોલ્ડે એન્ઝાઇમ્સ બનાવવા માટે ડાયરેક્ટ પ્રક્રિયાની શોધ કરી છે. આવી રીતે બનાવેલા એન્ઝાઇમ્સને બાયોફ્યૂલથી લઇને ફાર્માસુટિકલ્માં ઉપયોગમાં લઇ શકાય છે. ત્યાંજ પી સ્મીથ એવી શોધ કરી છે કે જેનાથી બેક્ટેરીયોફાજ (વાયરસને સંક્રમિત કરનાર બેક્ટેરીયા)ને પ્રોટિન બનાવવા માટે ઉપયોગમાં લઇ શકાશે. સાથે જ ગ્રેગરને એન્ટીબોડી બનાવવાની વિધિની શોધ કરવા માટે પુરસ્કાર અપાયો છે, જેની મદદથી રોગપ્રતિકારક શક્તિ વધારાવા અને મેટસ્ટેટિક કેન્સરની સારવાર શક્ય બનશે.
નોબેલ પુરસ્કાર ચિકિત્સા, ભૌતિકશાસ્ત્ર, રસાયણ જેવા વિવિધ ક્ષેત્રોમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ માટે એનાયત કરાય છે. વિજેતાને ૯ મિલિયન ક્રોનોરની (૭,૭૦,૦૦૦ પાઉન્ડ) ઇનામી રકમ આપવામાં આવી છે. ૭૦ વર્ષમાં પહેલીવાર એવું બનશે કે સાહિત્યનું નોબેલ પુરસ્કાર કોઈને અપાશે નહીં. કારણ કે સ્વીડનમાં સાંસ્કૃતિક ગતિવિધિના ખ્યાતનામ ચહેરા તરીકે ઓળખાતા ફ્રાન્સના નાગરિક ઝ્યાં-ક્લાઉડ અર્નોલ્ટ પર યૌનશોષણનો આરોપ મૂકાયો છે.