તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી)ના વરિષ્ઠ નેતા, શિક્ષણવિદ અને આંધ્ર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય એમવીવીએસ મૂર્તીની અમેરિકામાં માર્ગ અકસ્માતમાં મૃત્યું થઇ ગઇ છે. તેમની ઉંમર ૭૬ વર્ષ હતી.પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એમવીવીએસ મૂર્તી ૧૯૯૧થી ૧૯૯૬ અને ૧૯૯૯થી ૨૦૦૪ની વચ્ચે વિશાખાપટ્ટનમથી બેથી વધુ વાર લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ અમેરિકા ગયા હતા, ત્યાં અલાસ્કા પાસેના હાઇ-વે પર તેમની કાર ટ્રક સાથે અથડાઇ હતી જેમા મૂર્તી સહિત ત્રણ અન્ય લોકોના મોત થયા છે.મૂર્તી ૬ ઓક્ટોબરે અમેરિકામાં યોજાનાર જીઆઇટીએએમ પૂર્વ વિદ્યાર્થી સમ્મેલનમાં ભાગ લેવા ગયા હતા. સોમવારે બપોરે તેમનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઇ હતી.
ટીડીપીનો નેતાનો પાર્થિવ શરીરને ભારત લાવવા માટે પ્રયત્ન કરાઇ રહ્યા છે.મૂર્તી ટીડીપીના ૧૯૮૩થી સક્રિય નેતા હતા અને તેઓ પાર્ટીના સંસ્થાપક અધ્યક્ષ એનટી રામરાવના નજીકના સહયોગી હતા.
તેમના આકસ્મિક મૃત્યુ પર મુખ્યમંત્રી એન ચંન્દ્રબાબૂ નાયડૂ, નાયબ મુખ્યમંત્રી કે.ઇ.કૃષ્ણમૂર્તી, એન સી રાજપ્પા, વિધાન પરિષદના સભાપતિ એન એમ ફારૂક, વિધાનસભાના અધ્યક્ષ કોડેલા શિવપ્રસાદ રાવ, સાથે અનેક મંત્રીઓ અને વિધાયકોએ શોક વ્યક્ત કર્યો છે.