પર્યાવરણ ક્ષેત્રે ઐતિહાસિક પગલું ભરવા બદલ સંયુક્ત રાષ્ટ્ર (ેંદ્ગ)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેમ્પિયન ઓફ ધ અર્થ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. રાજધાની દિલ્હીમાં આયોજીત કાર્યક્રમમાં આજે યૂએન અધ્યક્ષ એંટોનિયો ગુટેરેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમ્માનિત કર્યાં હતાં. મોદીને કાર્યક્રમને સંબોધ્યો હતો.
થોડા દિવસ પહેલા જ ેંદ્ગ તરફથી આ જાહેરાત કરવામાં આવી હતી. તે દરમિયાન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ હાજર રહ્યાં હતાં. પીએમ મોદી અગાઉ આ એવોર્ડ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને આપવામાં આવી ચુક્યો છે.કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત હંમેશા પ્રકૃતિને માતાના સ્વરૂપમાં જુએ છે. ેંદ્ગ તરફથી કરવામાં આવેલું આ સમ્માન ભારતના આદિવાસી, ખેડૂતો અને માછીમારોનું સમ્માન છે. આ ભારતીય નારીઓનું સમ્માન છે જે છોડનું જતન કરે છે. આ તમામ માટે પણ જીવન પ્રકૃતિ અનુંસાર ચાલે છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, ક્લાઈમેટ ચેંજની ચિંતા જ્યાં સુધી કલ્ચરથી નહીં થાય, ત્યાં સુધી આ સમસ્યાનો અંત મુશ્કેલ છે. ભારતે પ્રકૃતિને સજીવન ગણી છે. પર્યાવરણ પ્રત્યે ભારતની સંવેદનાને આજ વિશ્વ આખું સ્વિકારે છે. પરંતુ આ બાબત તો હજારો વર્ષથી અમારી જીવન શૈલીનો ભાગ રહી છે. આજે અમારા દેશમાં ગરીબોની સંખ્યા ઘટી રહી છે. ગરીબી રેખાથી લોકો ઉપર ઉઠી રહ્યાં છે. વસ્તીને પર્યાવરણ, પ્રકૃતિ પર વધારાનું દબાણ લાદ્યા વગર જ સરકાર વિકાસની તકોને જોડવા સહારાની જરૂર છે, હાથ પકડવાની જરૂર છે.
ગુટારેસની હાજરીમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, માટે જ હું ઝ્રઙ્મૈદ્બટ્ઠીં ત્નેજૈંષ્ઠીની વાત કરૂ છું. ઝ્રઙ્મૈદ્બટ્ઠીં ઝ્રરટ્ઠહખ્તીના પડકારથી ઝ્રઙ્મૈદ્બટ્ઠીં ત્નેજૈંષ્ઠી સુનિશ્ચિત કર્યા વગર તેનો ઉકેલ નહીં આવે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આજે ભારત દુનિયાના એ દેશોમાં શામેલ છે જે ઝડપથી શહેરીકરણ તરફ આગળવધી રહ્યો છે. આ સ્થિતિમાં પોતાના શહેરી જીવનને જીદ્બટ્ઠિં અને જીેજંટ્ઠૈહટ્ઠહ્વઙ્મી બનાવવા પર પણ ભાર આપવામાં આવી રહ્યો છે. ૈંહકટ્ઠિજિંેષ્ઠેંિી ને જીેજંટ્ઠૈહટ્ઠહ્વઙ્મી ઈહદૃૈર્િહદ્બીહં ટ્ઠહઙ્ઘ ૈંહષ્ઠઙ્મેજૈદૃી ય્ર્િુંર સાથે જ બનાવવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે સુષ્મા સ્વરાજે પીએમ મોદીના ભારોભાર વખાણ કર્યા હતાં. યૂએન ચીફ એન્ટોનિયો ગૂટારેસે કાર્યક્રમમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઐતિહાસિક પગલું ભર્યું છે, જે દુનિયા માટે માર્ગદર્શન છે. પેરિસ સમજુતિ દુનિયા માટે અનિવાર્ય છે, પરંતુ કેટલાક દેશો તેનું પાલન નથી કરી રહ્યાં. આ સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભારત તેની આગેવાની કરી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનની તરફેણ માટે અગ્રણી કામ તથા ૨૦૨૨ સુધીમાં દરેક પ્રકારના પ્લાસ્ટિકને ભારતમાંથી દૂર કરવાના સંકલ્પના કારણે નેતૃત્વ શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યા છે.
વાર્ષિક ‘ચેમ્પિયન ઓફ ધ અર્થ’ પુરસ્કાર સરકાર, સિવિલ સોસાયટી તથા ખાનગી ક્ષેત્રમાં એ પ્રકારના અસાધારણ નેતાઓને આપવામાં આવે જેમણે લીધેલા પગલાઓનો પર્યાવરણ પર સકારાત્મક પ્રભાવ પડે છે.