આજથી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની બે દિવસની મુલાકાતે આવશે

675

રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ૪ ઓક્ટોબરે ભારતનાં બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન ભારત અને રશિયા વચ્ચે ૩૯ હજાર કરોડ રૂપિયાનાં એસ-૪૦૦ એર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો કરાર થઇ શકે છે. આ ઉપઆઆ ઉપરાંત ભારત અને રશિયા અન્ય કેટલીક મહત્વની બાબતો પર પણ ચર્ચા હાથ ધરશે.હવે નવી દિલ્હીમાં યોજાશે ભારત અને રશિયા વચ્ચે ૧૯મી વાર્ષિક બેઠક. તમામ બેઠકો દર્શાવે છે કે ભારત અને રશિયાના સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે.આ બેઠક દરમિયાન ભારત અને રશિયા વચ્ચે એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ માટે ડીલ થશે તો ભારતને પાંચ જી-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ મળશે. આ ડીલ રૂપિયા ૩૯ હજાર કરોડની છે.  દ્વિપક્ષીય મંત્રણા ઉપરાંત મોદી અને પુતિન બિઝનેસ ફોરમમાં પણ સામેલ થશે. મોદી અને પુતિન શિખર બેઠકમાં આગામી દાયકાના રક્ષાથી લઇને વિજ્ઞાન સુધી તેમજ કૃષિથી લઇને ઉર્જા ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગનો એજન્ડા તૈયાર કરવાનો પ્રયાસ કરશે. બેઠકમાં સામરિક મુદ્દાઓ ઉપરાંત વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ગંભીર મંત્રણા થશે.  પોતાની બે દિવસની યાત્રા દરમિયાન પુતિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળશે.

સૂત્રો મુજબ મોદી તરફથી રશિયા દ્વારા પાકિસ્તાનને અપાઇ રહેલા સૈન્ય સહયોગનો મુદ્દો ઉઠાવવામાં આવશે.  ભારત અને રશિયાની વચ્ચે પરમાણુ ઉર્જાના સહયોગને આગળ વધારીને બીજા લેવલ પર લઇ જવાનો રોડમેપ બની ચુક્યો છે. જેને મોદી અને પુતિન બેઠકમાં અંતિમ ઓપ આપી શકે છે. ઉર્જા ક્ષેત્રમાં ભારતીય કંપનીઓ તરફથી રશિયામાં બ્લોક ખરીદવાનું પ્રસ્તાવ પણ છે. જેના અંગે પણ વાતચીત થઇ શકે છે.

Previous articleવડાપ્રધાન મોદીને ચેમ્પિયન ઓફ અર્થ એવોર્ડથી સન્માનિત કરાયા
Next articleરાફેલ સમજૂતિને લઇ મોદી સરકારને હવાઈદળનો ટેકો