પ્રાંતિજની બેઠક ભાજપનો ગઢ ગણાતી : હાલ કોંગ્રેસ પાસે

626
gandhi6112017-5.jpg

પ્રાંતિજ બેઠક ભાજપનો ગઢ ગણાતી હતી પરંતુ ૨૦૧૨માં કોંગ્રેસે ૭ હજારના માર્જીનથી બેઠક જીતી લીધી હતી. આ બેઠક પર ૧,૨૨,૫૧૨ પુરૃષ મતદારો અને૧,૧૩,૯૪૭ સ્ત્રી મતદારો નોંધાયા છે. ક્ષત્રિય મતદારો નિર્ણાયક હોવાથી ભાજપ-કોંગ્રેસ હંમેશા ક્ષત્રિય ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે.
છેલ્લા બે વર્ષથી પાટીદાર આંદોલનને લઇ અત્યારે ભાજપ તરફી વિરોધ જોવા મળી રહ્યો છે.  ડેમેડ કંટ્રોલ કરવા માટે ભાજપ તરફથી એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય રિપીટ થવાના હોવાથી ભાજપે ક્ષત્રિય ઉમેદવાર જ ચૂંટણી જંગમાં ઉતારશે તે નક્કી છે ત્યારે ૨૦૧૨માં હારેલા જયસિંહ ચૌહાણને મેદાનમાં ઉતારવામાં આવે છે કે કોઈ નવોદિત ઉમેદવાર મૂકવામાં આવે છે તે જોવુંરસપ્રદ બની રહેશે. 
હાલ તો મતદારો મન કળવા દે તેવી સ્થિતિ જણાતી નથી. જીએસટી નોટબંધી તેમજ ખેડૂત વર્ગની મુશ્કેલીમાંથી ત્રસ્ત છે ત્યારે કોની તરફ ઢળે છે તે જોવું રહ્યું.

Previous articleઉમેદવારોના નામ જાહેર થયા બાદ રંગ જામશે : સત્તા વિરોધી લહેરની શક્યતા
Next articleહિંમતનગર બેઠક પર પાટીદાર-રાજપૂત નિર્ણાયક રહેશે