રાષ્ટ્રીય કક્ષાએ સ્વચ્છ વિદ્યાલયનો પુરસ્કાર મેળવતી દામનગરની ગ્રીન પ્રા.શાળા નં.૧ જિલ્લાક ક્ષાએ પ્રથમ ર૦૧૭-૧૮નો જીલ્લાકક્ષાએ લીલીયા મુકામે પ્રથમ નંબર મેળવતા એવોર્ડ મળેલ. રાજયકક્ષાએ ચોથો નંબર જયારે રાષ્ટ્રીય કક્ષાએ ૧૦મો ક્રમ મેળવતા દામનગરની ગ્રીન શાળા નં. ૧ના આચાર્ય લીલાબેન ડામોર અને એક વિદ્યાર્થીને દિલ્હી ખાતે તાજેતરમાં ડો. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે એવોર્ડ એનાયત થયેલ. આ શાળાને રાષ્ટ્રીય એવોર્ડ મળતો અમરેલી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.