સમગ્ર ગુજરાતમાં પડેલા ઓછા વરસાદ ના કારણે જગતનો તાત ચિતામાં મુકાય ગયો છે .ઓછા વરસાદના કારણે મોલાત ને પાણી નહી મળી રહ્યું જેના કારણે પાક શુકાય રહ્યો છે તો બીજી તરફ કેનાલમાં પાણી તો આવે છે પણ માત્ર ને માત્ર એક બે દિવસ અને તરત બધ થય જાય છે .ત્યારે કેનાલમાં પાણી ની માગ સાથે છેલા એક મહિનાથી ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે છતાં નર્મદા વિભાગના અધિકારીઓના પેટનું પાણી ન હલતું હોય તેમ દેખાય રહ્યું છે .ત્યારે આજે કેનાલમાં પાણી ની માગ સાથે ફરી પાછા .કલેકટર કચેરી આવી પોહ્ચ્યા હતા .બોટાદ જિલ્લા ના ખેડૂતો દ્વારા કેનાલ માં પૂરતા પ્રમાણ માં પાણી આપવામાં આવે તેને લઈ ખેડૂતો દ્વારા વારંવાર રજુવાત કરવામાં આવે છે. ત્યારે બોટાદ જિલ્લા ના ગઢડા વિસ્તાર ના ૧૨ થી ૧૫ ગામ ના ખેડૂત આગેવાનો દ્વારા ત્રણ વખત કલેકટર ને રજુવાત કરવામાં આવેલ પણ તેમ છતાં ખેડૂતો ની માંગણી મુજબ કેનાલ માં પાણી નહીં મળતા આજે ફરી આ જ વિસ્તાર ના ખેડૂતો ધારાસભ્ય પ્રવીણ મારું ની હાજરી માં કેનાલ માં પાણી આપવાની રજુવાત કરવા પહોંચેલ ત્યાં પ્રથમ તો કલેક્ટર કચેરી ખાતે આવનાર દરેક લોકોનું ચેકીંગ પોલીસ દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ જ કચેરી માં પ્રવેશ આપેલ..ત્યારે આજે ખેડૂત આગેવાનો દ્વારા એકત્રિત થઈ કેનાલ માં પાણી આપવાની ચર્ચા કરતા તે સમયે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન વાલજીભાઈ જાદવ દ્વારા શર્ટ કાઢી અર્ધનગ્ન વિરોધ કરતા પોલીસે અટકાયત નો પ્રયાસ કરતાં મામલો બીચકયો અને પોલીસ ખેડૂતો વચ્ચે સર્જાયુ ઘર્ષણ.. તેમજ કારોબારી ચેરમેન ને પોલીસ ગાડી માં બેસાડી ને લઈ જતા ખેડૂતો પોલીસ ની ગાડી સામે શુય ગયા હતા ત્યારે પોલીસ દ્વારા ૫ જેટલા ખેડૂતો ની અટકાયત કરી હતી ઝપાઝપી દરમિયાન એક ખેડૂતના હાથમાં ઈજા પણ થય હતી જો કે ધારાસભ્ય અને આગેવાનોની સમજાવટ બાદ ખેડૂતો શાત પડ્યા હતા. ત્યારબાદ ધારાસભ્ય સહિત આગેવાનો દ્વારા કલેક્ટર ની કરી મુલાકાત. મુલાકાત બાદ ફરી પાછું આશ્વાસન મળત ખેડૂતો દ્વારા જ્યાં સુધી પાણી પોતાના વિસ્તાર માં ન પહોંચે ત્યાં સુધી ધારાસભ્ય સહિત કલેકટરમાં ધારણ યોજવાનું આપ્યું આગેવાન ખેડૂત દ્વારા નિવેદન. આપેલ તેમજ હવે જો બે ત્રણ દિવસમાં કેનાલમાં પાણી નહી આપે તો ખેડૂતો હવે તેમના વિસ્તરમાં રસ્તા રોકી રામધુન બોલાવશે અને ચકાજામ કરશે તેમ પણ જણાવ્યુ હતું .