દામનગર રઘુવંશી સમાજના અગ્રણી ભાવેશભાઈ મથુરદાસ ખખ્ખર પરિવાર દ્વારા યમુના મહારાણીજીના લોટી મહોત્સવ અને માળા પહેરામણી મનોરથ પ્રસંગે પધારેલ બાવા અમરેલી અને બાવા ભાવનગર સહિત વહુજીના સામૈયા કરતા વૈષ્ણવો નિકુંનાયક ગોવર્ધન ધારણ શ્રીનાથજી બાવા પૂ પા ગૌ ૧૦૮ દ્વારકેશ લાલજી મહારાજના સાનિધ્યમાં પ. ભ.ગૌ વાસી.મથુરદાસ દીયાળજી ખખ્ખરની સ્મૃતિમાં લોટી ઉત્સવ એવમ માળા પહેરામણી મનોરથ પ્રસંગે બાવાના સામૈયામાં ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો ભજન કીર્તન સાથે દામનગર રઘુવંશી અગ્રણી ભાવેશભાઈ મથુરદાસ ખખ્ખરના નિવાસ સ્થાનથી પ્રસાથન થઈ પૃષ્ટિય માર્ગીય વહેલી ખાતે બાવાશ્રીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને પટેલવાડી દામનગર ખાતે પાતાળ પ્રસાદ વધાઈ કીર્તન લોટી ઉત્સવ વચનામૃતનો સુંદર ધર્મ સભર કાર્યક્રમ ઉજવ્યો હતો. શહેરભરથી ખૂબ મોટી સંખ્યા સામાજિક ધાર્મિક સ્વૈચ્છિક સંસ્થા રાજસ્વી અગ્રણીઓની હાજરી જોવા મળી હતી.