રાણપુરમાં ભાલ નળકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળ ખાતે ગાંધી વંદના કાર્યક્રમ યોજાયો

726

મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભુમિ એવા રાણપુર ખાતે ગાંધી જયંતી નિમિત્તે સવારે એ.ડી.શેઠ હોસ્પિટલ ખાતે થી ગાંધી ગૌરવ યાત્રા નિકળી હતી જેમા લોક ગાયક અભેસિંહ રાઠોડ, પીનાંકી મેઘાણી, ગોવિંદસંગ ડાભી મુકુંદભાઈ વઢવાણા, રાણપુરના સરપંચ અબ્બાસભાઈ ખલાણી, નરેન્દ્રભાઈ દવે સહીત રાણપુર ની તમામ સ્કુલ ના વિદ્યાર્થીઓ શિક્ષકો જોડાયા હતા આ ગૌરવ યાત્રા રાણપુર  ભાલ નળકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળ ખાતે પહોચી હતી જ્યા મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને ગાંધી વંદના ના કાર્યક્રમની  શરૂઆત કરવામાં આવી હતી જેમા લોક ગાયક અભેસિંહ રાઠોડ,રાધાબેન વ્યાસ દ્વારા વૈષ્ણવજન તો તેને કહીયે જે પીડપડાઈ જાણે રે જેવા મહાત્મા ગાંધીજી ને પ્રિય ભજનો અને ગાંધી ગીતો રજુ કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યા માં આગેવાનો અને રાણપુર શહેરના લોકો હાજર રહ્યા હતા આ પ્રસંગે બોટાદ એલસીબીના પીઆઈ ગોસ્વામી ખાસ હાજર રહ્યા હતા આ ગાંધી વંદના રાજ્ય સંગીત નાટક અકાદમી,ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળ રાણપુરના ગોવિંદસિંહ ડાભી દ્રારા આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ આ ગાંધી વંદના રાણપુર ભાલ નળકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળ માં યોજાયો હતો.

Previous articleદામનગર ખાતે યુમના મહારાણીનો લોટી ઉત્સવ
Next articleગ્રા.પં.ના ચૂંટાયેલા પદાધિકારીઓની તાલીમ શિબિર ઘોઘા ખાતે યોજાઈ