રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓની તાલીમ શિબીર ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને ઘોઘા બી.આર.સી. ભવનમાં યોજાઈ જેમાં તાલુકા વિકાસ્ અધિકારી વિજયભાઈ, ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ, કારોબારી સમિતિના ચેરમેન વનરાજસિંહ ગોહિલ, ન્યાય સમિતિના ચેરમેન સોહિલભાઈ મકવા, તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગોહિલ, દક્ષાબેન ડાભી, તાલુકા પંચાયત સદસ્યો, તલાટી મંત્રીઓ, સરપંચ, ઉપસરપંચો, ગ્રામ પંચાયત સદસ્યો ઉપસ્થિત રહ્યા, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી સાથે ગ્રામ પંચાયતના સદસ્યો અને સરપંચોની સત્તા વિશે માહિતી આપવામાં આવી અને સરપંચોને ગ્રામજનોએ મુકેલ વિશ્વાસ પૂર્ણ કરવા અપીલ કરી હતી.