સિહોર શહેર કોંગ્રેસ દ્વારા લોક સંપર્ક કરાયો

746

લોકસભા ની ચુંટણી ગમે ત્યારે આંગણે આવીને ઉભી રહે તેમ છે અને સમગ્ર દેશ મા સરકાર વિરુદ્ધ જબરદસ્ત આક્રોશ છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અમિતભાઇ ચાવડાદ્વારા સિધે સિધો ગુજરાતની જનતનો લોકસંપર્ક સાધી પરીવર્તનનુ વાવાઝોડા ઉભુ કરવાની નેમ સાથે ૨જી ઓકટોબરથી લઈને ૧૯ નવેમ્બર સુધી લોકસંર્પક કાર્યક્રમ જાહેર કરાયો છે. જેની સુચના અનુસાર સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલની આગેવાની હેઠળ આજરોજ સિહોર વોર્ડ નંબર ૯ એકતા સોસાયટી બધાભાઇ બાજકના ઘર પાસેથી શુભઆરંભ કરેલ છે. જેમા લોકોનો પણ ભાજપ સરકાર વિરુદ્ધ જબરદસ્ત આક્રોશ સાથે યાતનાઓ જોવા મળી હતી અને સિહોર શહેર કોંગ્રેસ ને અભૂતપૂર્વ આવકાર સાથે પ્રતિસાદ મળ્યો હતો પ્રથમ દિવસે જ અપેક્ષા કરતા વધુ આ કાર્યક્રમને સફળતા મળી હતી.

આ લોકસંર્પક કાર્યક્રમને સફળ બનાવવા સિહોર શહેર કોંગ્રેસના પુર્વ પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણ, મુકેશભાઇ જાની, મિલનભાઇ કુવાડીયા,  હનીફભાઇ રાધનપુરા, પરેશભાઇ શુકલ, માવજીભાઇ સરવૈયા,  ઇકબાલભાઇ સૈયદ,  કરીમભાઇ સરવૈયા, સુભાષભાઈ રાઠોડ, જગદીશભાઈ છેલાણા, બધાભાઇ બાજક, ચંદ્રીકાબેન બાજક, ચંદ્રીકાબેન નમસા, હિરલબેન બુધેલીયા,વહિદાબેન પઢીયાર,  ધમભા કનાડ, ચેતનભાઇ ત્રિવેદી, નૌશાદભાઇ કુરેશી, અનિલભાઈ પ્રબતાણી, તેમજ સિહોર શહેર કોંગ્રેસના આગેવાનો, અગ્રણીઓ, પદાધિકારીઓ, નગરસેવકો, અને મોટી સંખ્યામા કાર્યકરો જોડાયા હતાં.

Previous articleગ્રા.પં.ના ચૂંટાયેલા પદાધિકારીઓની તાલીમ શિબિર ઘોઘા ખાતે યોજાઈ
Next articleગાંધી ઉજવાશે-ગામડા સામે જોવાશે ?