ગાંધી-૧પ૦ આખુ વર્ષ ઉજવાશે. સંસ્થાઓ ઉજવશે અને સરકાર પણ ઉજવશે. ગાંધીબાપુ તો પોતડી, લાકડી અને ચશ્મા રાખતા, ખૂબ જ સાદાઈ રાખતા પણ તેમની સાદગીના પાઠ ભણવા ભવ્ય સમારંભો અને લખલૂંટ ખર્ચાઓ કરવામાં આવશે. સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાની પ્રવૃત્તિના અહેવાલ વધારશે અને સરકારી કચેરીઓ માટે તો ઉપરી કચેરીઓના આદેશ તથા સમયપત્રક મુજબ યંત્રવત્ કાર્યક્રમો યોજી નાખવા પડશે. લાખો અને કરોડો રૂપિયાથી ગાંધી ઉજવાશે પણ ગામડા સામે જોવાશે ? એક એક નક્કર સુવિધા આપવામાં આવે તો કેવું સારૂ..? પણ કાર્યક્રમો અને સમારંભોમાં ગાંધી જામે છે, કામમાં તો મૌન હોય… સારૂ રસ્તા પરથી નિકળનારાઓ માલધારી સામે ઉંચા હાથ કરી જોતા રહેશો’ને તોય મોજમાં રહેશું… બીજું શું..?! તસવીર : મુકેશ પંડિત