ભાવનગર વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા વિશ્વ વૃધ્ધ દિનની ભવ્ય ઉજવણી

950

ભાવનગર વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા તા.૧-૧૦-૧૮ના રોજ વિશ્વ વૃધ્ધ દિનની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવેલ. વિભાગના પટાંગણમાં જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ તથા ભાવનગર શહેરના ૧૦૦ વર્ષની ઉંમર પૂર્ણ કરનાર ભાગીરથીબેન પ્રભાશંકર જાનીનું શાલ તથા ફુલહારથી સન્માન કરવામાં આવેલ.

સમારંભના પ્રારંભમાં શબ્દોથી સ્વાગત ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખ અને માનદ મંત્રી જયંતભાઈ વાનાણી દ્વારા કરવામાં આવેલ અને મુખ્ય વક્તાનો પરિચય ટ્રસ્ટ લતાબેને આપેલ. પુષ્પગુચ્છ તથા શાલથી સ્વાગત ટ્રસ્ટના પેટ્રનસભ્ય પ્રતાપભાઈ શાહ, જયંતભાઈ વનાણીએ કરેલ.

આ પર્વની ઉજવણીના ભાગરૂપે આશ્રમવાસીઓ વચ્ચે રૂમ-સફાઈ, કેરમ, લીંબુ ચમચી, ફાસ્ટ વોકીંગ, સંગીત ખુરશી, પીરામીડ તોડ, ડોલમાં બોલ ફેંકો, થાળીમાં ફુલ ઝીલો વિગેરે સ્પર્ધા યોજાયેલ. તેમાં વિજેતા થયેલ આશ્રમવાસીઓને જિલ્લા વિકાસ અધિકારી તથા ઉપસ્થિત ટ્રસ્ટીઓ તેમજ આ સ્પર્ધાઓના ઈનામો કાયમી ધોરણે આપવા રૂા.૧૦૦,૦૦૦નું ડોનેશન આપેલ દાતા ચીમનલાલ કેશવલાલ શાહના વરદ હસ્તે આપવામાં આવેલ. ડીડીઓ બરનવાલે પ્રસંગોચિત વક્તવ્ય આપેલ. આભારદર્શન તથા કાર્યક્રમનું સંચાલન એડમીનીસ્ટ્રેટર એન.એફ. ત્રિવેદીએ કરેલ. કાર્યક્રમ બાદ બરનવાલે સંસ્થાના બન્ને આશ્રમોની તથા આશ્રમવાસીઓની મુલાકાત લીધેલ. જેમાં ખૂબ જ ઉંડાણથી પૂછપરછ કરી માહિતી મેળવેલ તેમજ પૂર્ણ ભાવથી વડિલોના આશિર્વાદ લીધેલ.

Previous articleચોરી થયેલ બે મોબાઈલ સાથે એક શખ્સ ઝડપાયો
Next articleપાલિતાણાની સગીરાને ભગાડી જનાર ફરિયાદકાનો શખ્સ ઝબ્બે