પ.પૂ.મહંતસ્વામી મહારાજના ૮પમાં જન્મોત્સવ પ્રસંગે અક્ષરવાડી ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર વહેલી સવારથી ભક્ત મેદનીથી છલકવા લાગ્યું હતું. સવારના પાંચ વાગ્યા પહેલા જ સમગ્ર મંદિર પરિસર અને મુખ્ય મહોત્સવ સ્થળ આકાર પામેલું વિશાળ સીડફાર્મ હૈયેહૈયું દળાય એવી રીતે વિરાટ ભક્ત મેદનીથી હકડેઠઠ ભરાઈ ચુક્યું હતું. પૂ.મહંતસ્વામીએ જીવનમાં સંપ ખૂબ જરૂરી હોવાનું જણાવ્યું હતું.
આજે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને વધાવવા અને તેમના ચરણોમાં ભાવાંજલી અર્પણ કરવા સ્વામિનારાયણ સંસ્થાના દેશ-વિદેશમાંથી ૬૦૦ કરતા પણ વધારે સંતો પધાર્યા હતા. પાંચેય ખંડની ધરતી પરથી પોતાના ગુરૂહરિના દર્શન માટે સેંકડો હરિભક્તો તત્પર હતા. આજે વહેલી સવારે ખાતમુર્હુતમાં પ.પૂ. મહંતસ્વામી મહારાજે ૮પમાં જન્મદિનનો પ્રારંભ અક્ષરવાડી ખાતે પરબ્રહ્મા ભગવાન સ્વામીનારાયણ અક્ષરપુરૂષોત્તમ મહારાજની આરતી દ્વારા કર્યો હતો.
પ્રાતઃ પૂજાને અંતે પ.પૂ. મહંતસ્વામી મહારાજે સૌને આશિર્વાદ આપતા જણાવ્યું કે, ભગવાન આ પૃથ્વી પર જન્મ ધારણ કરી પધાર્યા અને સૌ ભક્તો પર ખૂબ મોટી કૃપા કરી છે. આપને ગમે તેટલા મહાન થઈએ પણ ભગવાન આગળ આપનું કાંઈ જ ચાલે તેનાથી ચાલકોમાં મનુષ્યને કોઈ સામાન્ય પ્રાપ્તિ થઈ હોય તો પણ કેફમાં રહે છે તો ભગવાનની પ્રાપ્તિ સૌથી મોટી વાત છે તેનો મહિમા સમજી હંમેશા કેફમાં રહેવું. વિશેષ વાત કરતા પ.પૂ.મહંતસ્વામી મહારાજે જણાવ્યું કે, અનંત બ્રહ્માંડોના રાજા હોય પણ તેને સત્સંગ ના હોય તો તેનું જીવન આલેખે છે માટે સત્સંગ કરવો તેના દ્વારા જ સારા વિચારો આવે છે અને બળ રહે છે. સત્સંગની સાચી સમજણથી સૌને દિવ્ય જાણીએ તો અંતરમાં અખંડ આનંદ રહે છે માટે આઠેય પહોર જો આનંદમાં રહેવું હોય તો સૌને દિવ્ય સમજવા બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંતોએ પ.પૂ. મહંતસ્વામી મહારાજને પુષ્પહાર અર્પણ કરી જન્મદિનના અભિનંદન પાઠવ્યા હતા.
મહોત્સવના મુખ્ય કાર્યક્રમમાં ભગવાનની આશ્વત પરંપરાનો અમર વારસો ગુણાતીતનંદ સ્વામીથી લઈને આજ મહંતસ્વામી મહારાજ સુધી સૌ ગુરૂવર્યોમાં તાત્વિક રીતે એક સમાન છે તેની અનુભૂતિ કરાવતા તેમના જીવનમાં નિયમધર્મ, પરાભક્તિ, ભક્તવત્સલતા, અહમ્શુન્યતા અને પ્રભાવની દ્રષ્ટિએ કેવી રીતે સામ્યતા છે તેની પ્રેરક રજૂઆત બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંતો પૂ.ડોક્ટર સ્વામી, પૂ.વિવેકસાગર સ્વામી, પૂ.આત્મસ્વરૂપ સ્વામી વગેરે સંતોએ કરી હતી.
જીવનમાં સંપ ખૂબ જરૂરી છે. વ્યક્તિગત સંપથી પરિવાર મજબુત બને અનેક પરિવારથી શેર મજબુત બને, શહેર દ્વારા રાજ્ય અને રાજ્ય દ્વારા દેશ મજબુત બને છે અને આવી રીતે વૈશ્વિક એકતા કેળવી શકાય. પ.પૂ.મહંતસ્વામી મહારાજના આશિર્વાદથી સૌએ ધન્યતા અનુભવી.
રક્તદાન કેમ્પ યોજાયો
પ.પૂ.મહંતસ્વામી મહારાજના ૮પમાં જન્મજયંતિ મહોત્સવ પ્રસંગે અક્ષરવાડી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ભાવનગર ખાતે રક્તદાન કેમ્પનું વિશિષ્ટ આયોજન થયું હતું. આ રક્તદાન કેમ્પમાં સેંકડો રક્તદાતાઓએ રક્તદાન દ્વારા એક ઉમદા સમાજસેવી કાર્ય કર્યુ હતું.