દામનગરની મુખ્યબજારમાં પોલીસની ફલેગમાર્ચ

623
guj1162017-3.jpg

દામનગર શહેરમાં ઘણા સમયથી મુખ્યબજારમાં ટ્રાફિક સમસ્યા, આડેધડ પાર્કિંગથી શહેરી જનતાની પીડા દુર કરતી કામગીરી આજે પોલીસે ફ્લેગમાર્ચથી કરેલ. આજે સવારના ૧૧-૦૦ કલાકે દામનગર પોલીસ સ્ટેશનથી પીએસઆઈ સહિત સ્થાનિક પોલીસ સ્ટાફ સાથે શહેરની મુખ્યબજારમાં ફ્લેગમાર્ચ યોજી ઘણાને ઉઠબેસ કરાવી કાયદો-વ્યવસ્થાનું જ્ઞાન ભાન કરાવ્યું હતું. બેરોકટોક વાહન પાર્કિંગથી સર્જતો ટ્રાફિક અને રોડ વચ્ચે ટુ વ્હીલ મુકી સમસ્યા કરતા ઈસમોને સાર્વજનિક જગ્યાના ઉપયોગ અંગેનો વિવેક શીખવ્યો હતો. દામનગર પોલીસ દૈનિક આવું સર્વેલન્સ રાખે તો કેવું સારૂ ? ચૂંટણી સમયનું સર્વેલન્સ ઘણુ ઘણુ શીખવી જાય છે. કાયદા કરતા કાયદાનું અહેસાસ જરૂરી છે. દામનગર શહેરીજનોની કાયમી પીડા દુર કરતી પોલીસની સુંદર કામગીરીની સર્વત્ર સરાહના થયેલ.

Previous articleહિંમતનગર બેઠક પર પાટીદાર-રાજપૂત નિર્ણાયક રહેશે
Next articleસરખેશ્વર મહાદેવના સાનિધ્યમાં હિરાભાઈ દ્વારા સ્નેહમિલન યોજાયું