મહુવા તાલુકાના મોણપુર ગામ નજીક વહેલી સવારે એસ.ટી. બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર યુવાનનું મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.
મહુવા તાલુકાના મોણપુર ગામ નજીક બગદાણા-મોણપુર રૂટની એસ.ટી. બસ નં.જીજે૧૮ ઝેડ ર૬૩૦ના ચાઈકુ બાળક સામેથી આવી રહેલ બાઈકને અડફેટે લેતા બાઈક સવાર વિપુલભાઈ મુળજીભાઈ ગોહેલ ઉ.વ.૧૯ રે.બગદાણાવાળાને ગંભીર ઈજાઓ થતા સારવાર મળે તે પહેલા મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર હાલતે સારવાર અર્થે મહુવા હોસ્પિટલ ખસેડાયો છે. બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.