આશાવર્કર બહેનો દ્વારા સરકાર દ્વારા કરાતી હેરાનગતિના વિરોધમાં મહાપાલિકા સામે ધરણા કરવામાં આવ્યા હતાં.
સત્તામાં બેઠેલા અધિકારીઓ આશાવર્કર બહેનોને તમામ પ્રકારના ચેપી હોય તેવા પણ રોગના સર્વે કરવાની કામગીરી સોપવામાં આવે છે. પરંતુ આશાવર્કરો દ્વારા અધિકારીઓને ઈન્સેન્ટીવ બાબતે પુછવામાં આવે છે ત્યારે તેઓને ઉડાઉ જવાબો આપવામાં આવે છેઅ ને છુટા કરી દેવાની ધમકી આપવામાં આવતી હોય છે. સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્ય સંબંધી મુકવામાં આવતી યોજનાઓ ઉપર આશાવર્કર બહેનોને કામગીરી સોંપવામાં આવે છેઅ ને તગડી પગાર લેતા અધિકારીઓ ઓફીસની બહાર પણ નિકળતા નથી અને સરકારી યોજનાઓ ઉપર પાણી ફેરવી રહ્યા છે અને આશાવર્કરોને હરાન કરવામાં આવે છે. ત્યારે તેની સામે વિરોધ ઉઠવા પામ્યો છે. તેના ભાગરૂપે આજે આશાવર્કર બહેનો દ્વારા મહાપાલિકા સામે ધરણા કરવામાં આવ્યા હતાં.