પાલીતાણામાં ભાઈએ કરી બહેનની હત્યા

2651

પાલીતાણાના ૫૦ વારીયા વિસ્તારમાં આજે બપોરનાં સમયે ભાઈએ આંડા સંબધની બહેન પર શંકા રાખી છરીનાં આડે ધડ ૧૦ થી ૧૨ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાસી છુટ્યો હતો. બનાવ બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી જ્યારે પી.આઈ. માંજરીયા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી જઈ બનાવની ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ પાલીતાણાનાં ૫૦ વારીયા વિસ્તારમાં રહેતા અબ્બાસ અતીફભાઈ કુરેશીએ તેની નાની બહેન મુસ્કાન ઉ.૧૭ને કોઈ વ્યક્તિ સાથે આડા સંબંધ હોય જેની શંકા રાખી બપોરના સમયે પોતાના ઘરે બહેન મુસ્કાન પર આડે ધડ ૧૦ થી ૧૨ છરીના ઘાં જીકી હત્યા નીપજાવી નાસી છુટ્યો હતો. બનાવ બનતાં સમગ્ર પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો બનાવની જાણ થતા ટાઉન પોલીસ મથકમાં પી.આઈ. માંજરીયા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી જઈ મૃતકના પીતા અતીફભાઈ કુરેશીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અને ફરાર આરોપી અબ્બાસ કુરેશીને પકડવાં ચક્રો ગતિમાન કર્યા છે.

Previous articleકુંભારવાડામાં મોડીરાત્રે ભંગારના ડેલામાં આગ
Next articleપાલીતાણામાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત