પાલીતાણા પોલીસ લાઈનની પાછળ વાડીમાં રહેતા ૨૨ વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. બનાવની મળતી વિગત મુજબ પાલીતાણા પોલીસ લાઈનની પાછળ વાડી વિસ્તારમાં રહેતા જગદિશભાઈ બુધાભાઈ મકવાણા ઉ.૨૨એ સાંજના સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો સમગ્ર ઘટના અંગે મૃતક યુવાન હત્યા કરાયેલ મુસ્કાન કુરેશીનો પ્રેમી હોવાની ચર્ચા ઉઠવા પામી હતી અને બીકનાં કારણે પગલુ ભર્યુ હોવાનું ચર્ચાઈ રહ્યુ હતું બનાવ અંગે પી.આઈ માંજરીયા સાથે ટેલીફોનીક વાતચીત કરતાં સત્તાવાર રીતે બન્નેને સંબધ હોવાનું નકારયું હતું. પાલીતાણામાં આજરોજ બે કરૂણ બનાવ બનતાં સમગ્ર પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.