ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઢળતી સાંજે મિની વાવાઝોડા સાથે હળવા ભારે વરસાદી ઝાપટા વરસતા લોકોને આકરા ગરમીથી થોડા ઘણા અંશે રાહત મળી છે.
ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા ચાર દિવસ કરતા વધુ સમયથી તાપમાન ૩૭ ડિગ્રીને પાર થતા ભર ચોમાસે કાળઝાળ ગરમી, બફારા સાથે અંગદઝાડતા તાપની અનુભુતિ લોકો કરીર હ્યા હોય જેમાં આજરોજ મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ભાવનગર જિલ્લાના ગારિયાધાર, રંઘોળા, ઠોંડા, હડમતીયા, સણોસરા સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો જેને લઈને અનેક સ્થળોએ ઝાડવાઓ ઉખડી ગયા હતા અને છાપરા, નળીયા ઉડ્યા હતા એ સાથે થોડા સમય માટે મોટા છાંટા સાથે તે જ વરસાદી ઝાપટા વરસતા શેરીઓ- રોડ રસ્તા પર પાણી વહેતા થયા હતાં. આ ઉપરાંત ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલ ભાલ પંથકના સવાઈનગર, નર્મદ ખેતાખાટલી, માઢીયા, સનેસ, ગણેશગઢ સહિતના ગામોમાં પણ ભારે પવન બાદ ધોધમાર વરસાદ તુટી પડ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત પીપળી બગોદરા રોડ પર ધોધમાર વરસાદને પગલે થોડા સમય માટે વાહન વ્યવહાર સ્થગીત થયો હોવાનો સમાચાર મળ્યા છે. તેમજ વલભીપુર સહિત આસપાસના અનેક ગામોમાં એકથી સવા ઈંચ જેવો વરસાદ નોંધાવા પામ્યો છે.
વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા
રાજયના હવામાન વીભાગ જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી વર્ષો બાદ અરબી સમુદ્રમાં વિશાળ ચક્રવાત આકાર લઈ રહ્યું છે. જેને લઈને આગામી તા. ૭ થી ૧૩ ઓકટોમ્બર દરમ્યાન રાજયના હવામાનમાં પલ્ટો આવવા સાથે જો વાવાઝોડુ ગુજરાત તરફ ફંટાશે તો ભારે વરસાદ સાથે પરિસ્થિતિ વિકટ બને તેવો શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર પરિસ્થિતિ પર વિશેષનગર રાખવામાં આવીર હી હોવાનું જાણવા મળ્યું છે.