ઊડે દેશ કા આમ નાગ્રિક (ઉડાન) સ્કીમ હેઠળ મોદી સરકારે વિમાની સેવાઓ ઘણી સસ્તી કરી દીધી છે અને હવે જ્યાં વિમાનોની ઉડાન શક્ય નથી ત્યાં હેલિકોપ્ટર સેવા શરુ કરવાની જાહેરાત કરી છે.
હવે ટૂંક સમયમાં દેશના ૭૫ શહેરમાંથી હેલિકોપ્ટ સેવા શરુ થવા જઇ રહી છે. વડા પ્રધાન મોદી ૭ ઓક્ટોબરે સ્વયં દહેરાદૂનથી આ સેવા લોન્ચ કરશે.
મોદી સરકારે સામાન્ય માનવી સુધી વિમાની સેવાનો લાભ પહોંચાડવા માટે ઉડાન સ્કીમ લોન્ચ કરી છે. આ યોજના હેઠળ કેટલાય નાનાં નાનાં શહેરો વચ્ચે એર કનેક્ટિવિટી પ્રસ્થાપિત કરાઇ છે અને હવે તેના માધ્યમ દ્વારા જ્યાં વિમાની સેવા શક્ય નથી ત્યાં હવે સરકાર હેલિકોપ્ટર સેવા શરુ કરવા જઇ રહી છે.
સરકાર હવે ૭૫ શહેરમાં હેલિપેડ બનાવશે અને અલગ અલગ કંપની પાસેથી આ શહેરોમાં હેલિકોપ્ટર સેવા શરુ કરવા બીડ પણ મંગાવવામાં આવી છે. ઉત્તરાખંડ, હિમાચલના મોટા ભાગનાં નાનાં નાનાં શહેર હવે હેલિકોપ્ટર સેવાથી જોડવામાં આવશે. ઊડે દેશ કા આમ નાગ્રિક (ઉડાન) સ્કીમ હેઠળ મોદી સરકારે વિમાની સેવાઓ ઘણી સસ્તી કરી દીધી છે.