બોલીવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ હિન્દી તથા મરાઠી ફિલ્મો તથા મરાઠી રંગભૂમિના વરિષ્ઠ અભિનેતા નાના પાટેકર પર કરેલા જાતીય સતામણી, ગેરવર્તણૂકના આરોપ બાદ આ પ્રકરણ ખૂબ ચગ્યું છે. આ પ્રકરણની ચર્ચાનો રંગ બોલીવૂડ અને મનોરંજન ક્ષેત્ર ઉપરાંત રાજકારણને પણ લાગ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટી તનુશ્રીના આરોપનો વિરોધ કરીને પાટેકરને ટેકો જાહેર કરી ચૂકી છે. ત્યારબાદ હવે શિવસેના પાર્ટી પણ પાટેકરના બચાવમાં બહાર આવી હોવાનું કહેવાય છે. શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે એમ કહ્યું છે કે તનુશ્રીએ નાના પાટેકર ઉપર કરેલા આરોપ બાદ ઘણાએ તનુશ્રીને ટેકો આપ્યો છે. પરંતુ નાના પાટેકર પાસેથી રજૂઆત સાંભળવાનું પણ એટલું જ મહત્ત્વનું છે. નાના માત્ર અભિનેતા છે એટલું જ નહીં, પણ દેશના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે પણ જાણીતા છે. રાઉતે વધુમાં કહ્યું કે, નાના પાટેકર એક સદ્દગૃહસ્થ વ્યક્તિ છે એ અમે જાણીએ છીએ. આ પ્રકરણ વિશે નાનાએ હજી સુધી કંઈ જાહેરમાં ઉચ્ચારણ કર્યું નથી. માત્ર એમણે તનુશ્રીને કાયદેસર નોટિસ પાઠવી છે. આના પરથી જ નાના દોષી છે કે નહીં એ સમજાઈ જાય છે. જો એ દોષી હોત તો એમણે તનુશ્રીને નોટિસ આપી ન હોત.
Home Entertainment Bollywood Hollywood નાના માત્ર અભિનેતા નહીં દેશના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ પણ છે : શિવસેના