જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સરકારી હોમીયોપેથિક ડિસ્પેન્સરી આમજા ખાતેના ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર ડૉ.જયેશ આર પટેલની દેખરેખ હેઠળ કલોલ તાલુકાના બાલવા ગામે સ્વાઇન ફ્લૂ પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળા તેમજ હોમીયોપેથિક દવા નું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં બાલવા ગામના આગેવાનો, તેમજ જિલ્લા પંચાયત ગાંધીનગરના વિરોધ પક્ષના નેતા જયેશભાઇ ચૌધરીની હાજરીમાં ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો.