બોરડા પંથકના ખારડી ગામે હિતેશભાઈ ખાટાભાઈની વાડીમાં ભાગીદારના બાળકો રમતા હતા ત્યારે અચાનક અવાજ આવતા ટૌસના અજવાળે તપાસ કરતા લાંબો અજગર હોવાનું માલુમ પડતા તાકીદે વાડીના માલિકને જાણ કરેલ. તેમણે તાકીદે ફોરેસ્ટના અધિકારીને જાણ કરતા ફોરેસ્ટ ઓફિસર આર.એફ.ઓ. એલ.જી. વાઘેલા, દશરથસિંહ સહિતનો સ્ટાફ મોડીરાત્રે ખારડી ગામે દોડી ગયો હતો ત્યાં ઘટના સ્થળે તપાસ કરતા અજગર લીમડાના વૃક્ષ ઉપર ચડી ગયો હોય અને રાત્રે અંધારૂ હોય ટોર્ચના સહારે મહામહેનતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. લીમડાના ઝાડની ડાળીઓ કાપી અજગરને ઝડપી પાડ્યો હતો. ફોરેસ્ટ અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નીચે લોકોના ટોળા હોય ઉપર અજગર અને જરા પણ ભુલ થાય તો ઉપરથી નીચે પડે અને કઈ થાય પણ ફોરેસ્ટના અધિકારીની સુઝ-બુઝથી મહામહેનતે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું.