તા.૦૪/૧૧/૨૦૧૭ ના રોજ બોટાદ જીલ્લાના પોલીસ અધિક્ષક સજનસિંહ પરમાર તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.પટેલની સુચના મુજબ ગઢડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.બી.કરમટીયા તથા સ્ટાફના પો.કોન્સ. જયેશભાઇ ધાધલ તથા યુવરાજસિંહ ઝાલા તથા કુલદીપસિંહ ગોહિલ તથા દીલીપસિંહ ટાંક તથા પ્રકાશભાઇ કુકડીયા વિગેરે માણસો સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમી મળેલ કે ઉગામેડી ગામના ઠાકરશીભાઇ મોહનભાઇ ગઢીયા પોતાની વાડીએ અમુક માણસો સાથે દારૂ પી મહેફીલ માણે છે જે બાતમી આધારે પીએસઆઇ રાજુ કરમટીયા તથા સ્ટાફના માણસોએ રેઇડ કરતા ઠાકરશીભાઇ મોહનભાઇ ગઢીયા રહે.ઉગામેડી, કુલદીપભાઇ ભુપતભાઇ ગોવાળીયા કાઠીદરબાર રહે.સાંગાવદર તા.જી.બોટાદ, લગ્ધીરસિંહ આલુભા ગોહિલ દરબાર રહે.વડોદ તા.ઉમરાળા જી.ભાવનગર, જીતેન્દ્રસિંહ નટુભા ચુડાસમા દરબાર રહે.નિંગાળા ગામ, હીતેન્દ્રસિંહ ગજુભા વાળા દરબાર રહે.નિંગાળા, અનકભાઇ અશોકભાઇ વાળા કાઠીદરબાર રહે.નાનીધારી તા.જી.અમરેલી વાળા દારૂ પીધેલી હાલતમાં અને મહેફીલ માણતા ઇંગ્લીશ દારૂની એક બોટલ તથા મો.ફોન અને મો.સા. સહીત કુલ કિ.રૂ.૨૧,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા જેઓને પકડી પાડી ગઢડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તેમજ ઉગામેડી ગામના સરપંચ એવા ઠાકરશીભાઇ મોહનભાઇ ગઢીયા સહીત છ ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી કામગીરી કરેલ છે. ગઢડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને ઉગામેડી ગામના સરપંચ સહિત દારૂની મહેફીલ માણતા ઝડપાઈ જતા રાજકિય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.