જાફરાબાદ તાલુકામાં આગામી પ ગામોમાં સેવા સેતુ કાર્યક્રમ ડેપ્યુટી કલેકટર દિલીપસિંહ વાળા માર્ગદર્શન પુર્વક યોજાશે. રાજય સરકારના નિયમ મુજબ જાફરાબાદ તાલુકામાં આગામી તા. ૭-૯-ર૦૧૭ના રોજ ભાડા ગામે, ૧૪ના વડલી ગામે, ર૧ના રોજ મીતીયાળા, ર૯-૯ દુધાળા અને ૧૩-૧૦ના રોજ જાફરાબાદ શહેરના ગાંધી ભવન લાઈટ હાઉસ ખાતે ડેપ્યુટી કલેકટર દિલીપસિંહ વાળાના માર્ગદર્શન તળે મામલતદાર ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી એચ.ડી. વાઢેરના સંયુકત ઉપક્રમે સરકારી કચેરીઓ જેમાં પોલીસ બન્ને મથકો મરીન, ટાઉન, નગરપાલિકા ચીફ ઓફીસર કલોડીયા, પ્રમુખ ભગુભાઈ સોલંકી, જીઈબીના નીનામા તથા ટંડેલ ફ્રીજરીશના અધિકારી પટેલ, વન વિભાગ અધિકારીઓ, આરોગ્યના અધિકારી ગોહિલ, આંગણવાડી સીડીપીઓ મંજુબહેન કોલડીયા, પશુ આરોગ્ય સહિત સરકારી કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ સહિત લોકહિત માટે તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયા સહિત લોક જાગૃતિ માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે અને તમામ કચેરીના અધિકારીઓને સ્થળ પર લોકોના તમામ પ્રશ્નો સ્થળ પર જ નિકાલ કરવા ભારપુર્વક જણાવી દીધું છે.