નંદકુંવરબા કોલેજમાં ચીકનગુનિયા, ડેન્ગ્યુથી બચવા ટ્રેનીંગ કેમ્પ યોજાયો

828
bvn1162017-12.jpg

સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત અને એનસીવીઆરટી સંલગ્ન નંદકુંવરબા મહિલા વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર-દેવરાજનગરના ડીએનવાયએસ વિભાગ દ્વારા હાલના સમયમાં રાજ્યના અનેક સ્થળોએ ખુબ જ ભયાનક રીતે પ્રસરતો જતો ચીકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા ખતરનાક રોગોથી બચવા અંગેની ટ્રેનીંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ બન્ને રોગો આપણા ભાવનગર શહેરના અનેક ગામડાઓમાં પણ છેલ્લા કેટલાક સમયથી ઘર કરીને બેઠા છે. આ રોગોને અટકાવવા તેમજ તેની સારવાર માટે ક્યા ક્યા પગલા લેવા તે અંગે નંદકુંવરબા મહિલા વોકેશન ટ્રેનીંગ સેન્ટર-દેવરાજનગરની ડીએનવાયએસ  વિભાગની વિદ્યાર્થીનીઓ માટે ટ્રેનીંગ કેમ્પ યોજીને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ હતું. ગુજરાતમાં અને ભાવનગર શહેરમાં સૌપ્રથમ વાર આવા ભયાનક રોગોના અસરકારક પગલા લેવા માટેનો આ ટ્રેનીંગ કેમ્પમાં ભાવનગર શહેરના અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને આ રોગને જડમૂળમાંથી ડામવા માટેના ક્યા ક્યા પગલા લેવા તે અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.

Previous articleગઢડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને ઉગામેડીના સરપંચ સહિત છ શખ્સો દારૂ પીતા ઝડપાયા
Next articleભાવનગર શહેર હોમગાર્ડઝ યુનિટનું સ્નેહમિલન યોજાયું