વલ્લભીપુર તાલુકાનો કાનપર ખાતે ધારકાસભ્ય પ્રવિણભાઈ મારૂ દ્વારા મુલાકાત લઈ ખેડુતોના પ્રશ્નો તથા નર્મદા કેનાલમાં પાણી વિતરણ વ્યવસ્થાની ખામીના કારણે વલભીપુર તાલુકાના ગામડાઓના ખેડૂતોને પાણી મળતું ન હોવાથી ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ધારાસભ્ય પ્રવિણ મારૂ દ્વારા ખેડુતોના પ્રશ્નોને લઈ હાઈ-વે રોડ ઉપર રોડ ચક્કાજામ કરી રોડ રોકી આંદોલન કરેલી અંદાજીત ૩૦ થી ૪૦ મીનીટ રોડ બંધ રહેલ. જેની જાણ થતા વલભીપુર પોલીસ સ્થળ પર પહોંચી તાત્કાલિક ભગીરથસિંહ ગોહિલ, જયેશ દેવાણી, સુરૂભા ગોહિલ, મનસુખભાઈ મકવાણા વગેરે કાર્યકરોને ડીટેન કરે હતાં.