સગી બહેનને છરીના ઘા ઝીંકી હત્યા કરનાર ભાઈ જેલહવાલે

1868

પાલીતાણાના પ૦ વારીયા વિસ્તારમાં ગઈકાલ બપોરના સમયે સગાભાઈએ નાની બહેન પર આડા સંબંધની શંકા રાખી છરીના ઘા ઝીંકી હત્યા કરી નાસી છુટ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપી ભાઈની રાત્રિના સમયે ધરપકડ કરી આજરોજ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, પાલીતાણા ખાતે પ૦ વારીયા વિસ્તારમાં અબ્બાસ કુરેશીએ સગી નાની બહેન મુસ્કાન કુરેશી ઉ.વ.૧૭ પર આડા સંબંધની શંકા રાખી ૧૦ થી ૧ર છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી નાસી છુટ્યો હતો. બનાવ અંગે પાલીતાણા ટાઉન પોલીસે મૃતક મુસ્કાનબેનના પિતા હનીફભાઈની ફરિયાદ નોંધી ગતરાત્રિના આરોપી અબ્બાસને ઝડપી લઈ આજરોજ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.

Previous articleધારાસભ્ય મારૂ દ્વારા ખેડુતોના પ્રશ્ને કાનપર ગામે રસ્તા રોકો આંદોલન
Next articleફકીર સમાજ દ્વારા એસસી/ એસટીમાં સમાવેશ કરવાની માંગ સાથે આવેદન