વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણના ગુનામાં સાત વર્ષથી ફરાર પિતા-પુત્રને એસઓજી ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ રાઉન્ડમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ ને મળેલ બાતમી આધારે વરતેજ પો.સ્ટે. ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી પુત્ર મુન્નાભાઇ છગનભાઇ ઉનાવા અને પિતા છગન પુનાભાઈ ઉનાવા ઉ.વ.૬૦ રહે. વરતેજ ગામ, રીલાયન્સ પેટ્રોલ પંપની પાછળને આખલોલ જકાતનાકા, મહાદેવનગર પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.