જિલ્લા જેલ ખાતે ગાંધીજીના જીવન આધારિત પ્રસંગોની પરીક્ષા લેવાઈ

1393

પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે તા. ૦૧/૧૦/૨૦૧૮ ના રોજ ભાવનગર જિલ્લા જેલ ખાતે ગાંધીજીના જીવન આધારીત પ્રસંગો અને તેના જીવનના મુલ્યો વિષયે એક પરીક્ષા યોજાઈ હતી કુલ ૫૩ બંદીવાનોએ જેમાં ૫૨ પુરૂષ અને ૦૧ સ્ત્રી કેદીએ આ પરીક્ષામાં ઉત્સાહપુર્વક ભાગ લઈ રાષ્ટ્રપ્રેમ ની ભાવના ઉજાગર કરી  હતી.

આ પરીક્ષાની તૈયારી માટે જેલના બંદીવાન ભાઈઓ/બહેનોને ગાંધીજીના જીવન આધારીત પુસ્તકો વંચાણ માટે જેલ તરફથી આપવામાં આવેલ હતા ઘરશાળા સંસ્થા ભાવનગરના પ્રોફેસર દિપકભાઈ પટેલ, જિલ્લા જેલ અધિક્ષક જે. આર. તરાલ, જેલર એ. આઈ. શેખ તેમજ જેલ સ્ટાફ દ્વારા આ પરીક્ષાના આયોજન  માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Previous articleપૂ.મહંતસ્વામીના હસ્તે વૃક્ષપૂજન કરાયું
Next articleખેલ મહાકુંભમાં કુ.વાડા. શાળા નં. પર કબડ્ડી સ્પર્ધામાં ચેમ્પિયન