કુંભારવાડા માં અતિપછાત વિસ્તાર માં આવેલ શાળા નં.૫૨ ની કબડ્ડી ની ટીમ શહેર કક્ષા એ ખેલ મહાકુભ મા અંડર ૧૪ મા ખુબ જ સારો દેખાવ કરી ચેમ્પિયન બનેલ છે. આ સ્પર્ધામા શહેરની ખાંનગી તથા સરકારી શાળાની ૧૮ ટીમો એ ભાગ લીધો હતો. શાળા ના શિક્ષક વિનોદભાઇ બારૈયા તથા કાળુભાઇ મકવાણા બાળકોને સતત માર્ગદર્શન આપે છે. ખેલ મહાકુભ મા અંડર ૧૪મામાં સારા દેખાવ કરી ચેમ્પિયન થવા બદલ ચેરમેન નિલેષભાઈ રાવલ, શાસનાધિકારી જિગ્નેશભાઈ ત્રિવેદી, પ્રભારી કમલેશભાઈ ઉલવા અને આચાર્ય ઝૂબેરભાઈ કાઝીએ અભિનંદન પાઠવેલ છે.