રાજુલા તાલુકા પંચાયતના ચેરમેન ભીખાભાઈ પીંજર, તાલુકા પંચાયત પ્રમુખ સ્થાનેથી બળવંતભાઈ લાડુમોર, ઉપપ્રમુખના સ્થાનેથી જગુભાઈ ધાખડાએ કારોબારી મિટીંગમાં ૭ર ગામના સરપંચો વતી હૈયાવરાળ કાઢી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અન્ય રાજ્યોમાં જ્યાં જ્યાં પ્રવાસે જાય ત્યાં ત્યાં તે રાજ્યની જનતા, ખેડૂતો સહિત આમ જનતા સુધી કરોડો રૂપિયાના જનતાલક્ષી લાભદાયક પેકેજો આપતા આવ્યા છે તો વડાપ્રધાનનો જન્મ ગુજરાતમાં જ થયો હોય અને તે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીનો પ્રવાસ નક્કી થયો અને રાજકોટ મુકામે આવી ગયા પણ જનતાને વાટ હતી કે મોદી ગુજરાતની જનતાને લાભદાયક ગમે તે પેકેજની જાહેરાત કરશે તો તે ગુજરાતની જનતાની આશા ઠગારી નિવડી. કેમ કે ગુજરાતભરમાં વિજળી ૧ર કલાક અપાતી હતી તોય ખેડૂતોની આજીવિકાનું સાધન ખેતીમાં વિજળી આવે અને જાય તેથી ૧ર કલાકને બદલે ૧પ કલાક આપશે તેવી આશા ઠગારી નિકળી. ૧ર કલાકમાંથી ૮ કલાક વિજળી અપાશેની જાહેરાતથી ખેડૂતો અને જનતામાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે. હજુ ફેર વિચારણા કરી ગુજરાતની જનતાને ન્યાય આપવા રજૂઆત મોકલી છે.