ધારી તાલુકાના ગઢીયા ગામના પટેલ યુવાનને મહુવા તાલુકાના ભાણવડ ગામની ભુકણ આહીર યુવતી સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હોય જે વણાર આહીરોને કાઠી ક્ષત્રીયો સાથે ર૦૦ વર્ષથી ઓરગત સંબંધ હોય જેના લીધે મનુભાઈ ઓઢાભાઈ ભુકણ અને સુરેશભાઈ દડુભાઈ વાળા ગઢીયા જે મામા ફુઈના ભાઈઓ હોય વધુ વિગત જોઈએ તો ગઢીયાના પટેલ ભુપત દાના પાટડીયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી કે ગઢીયાના નિલેશ પટેલ યુવાનને મહુવા તાલુકાના ભાણવડ ગામની મનુભાઈ ઓઢાભાઈની પુત્રી પન્ના સાથે પ્રેમ સંબંધ બંધાઈ જતાની જાણ પન્ના મનુભાઈના પરિવારજનોને ભાંડો ફુટી જતા નીતેશ પટેલને ગઢીયાથી લગ્ન કરાવી દેશુંના બહાના હેઠળ ભાણવડ તેડાવી બે માસથી ગુમ કરી દીધો હોય અમોને શંકા જ છે કે નિતેશને પન્નાના પરિવ્રજનોએ મારી નાખ્યો છે. આ બારામાં પટેલ ભુપત દાના પાટડીયા ગઢીયાવાળાએ મહુવા તાલુકાના ભાણવડ ગામના ભાવેશ વાલા ભુકણ બાુધભાઈ રાબાભાઈ ભુકણ, ભયલુભાઈ હાલુભાઈ ભુકણ, ભોલાભાઈ મનુભાઈ કામળીયા, પ્રતાપભાઈ ગભરૂભાઈ ભુકણ, રોલારભાઈ આપાભાઈ ભુકણ, ભરતભાઈ હાલુભાઈ ભુકણ, હરેશ માણાભાઈ ભુકણ, શક્તિ રાજ માણાભાઈ ભુકણ અને ધારી ગામના સુરેશભાઈ દડુભાઈ વાળા સામે યુવક નિતેશ પટેલ ગુમ કરી મારી નાખ્યાની શંકા બાબતે ફરિયાદ જે ધારી પોલીસ મથકે નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બાબતે ધારી પોલીસ મથકના પીએસઆઈ કે.ડી.ગોહિલ દ્વારા આરોપીઓને પકડી પાડવા ચક્ગરતિમાન કરતા કુલ ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે. જેમાં ધારીના સુરેશભાઈ દડુભાઈ વાળા તેમજ મહુવા તાલુકાના ભાણવડ ગામેથી બે આરોપી જેમાં શેલારભાઈ આપાભાઈ અને બાધુભાઈ શબાભાઈની ધરપકડ કરી વધુ આરોપીઓને પકડી પડશે ત્યારે કઈક કડાકા ભડાકા થવાના એંધાણ દેખાય રહ્યા છે કેમ કે નિતેશની હત્યા કરાઈ છે તો હત્યા કરાયા બાદ નિતેશ પટેલની લાશ કયા છે ? અને તેને જેની સાથે પ્રેમ સંબંધ હતો તે આહીર યુવતી પનના કયા છે તેવા અનેક સવાલોના જવાબો શોધવા તમામ ૧૦ આરોપીને રિમાન્ડ દ્વારા જયારે હકિક્ત ખુલશે ત્યારે સઘળી હકીકત પરથી પરદો ઉઠવાની છેલ્લી ઘડીએ પોલીસ સુત્રો દ્વારા ગણાય રહી છે. જેમાં એસ.પી. નિર્લિપ્ત રાયની સુચના મુજબ ડીવાયએસપી માવાણી દેસાઈ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ ડી.કે.વાઘેલા તેમજ સ્થાનિક પીએસઆઈ કે.ડી.ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે.