શહેરના કુંભારવાડા ગુજરાત હાઉસીંગ બોર્ડ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા આઠ ઈસમોને બોરતળાવ પોલીસ સ્ટાફે રોકડ મત્તા સાથે ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના કુંભારવાડા ગુજરાત હાઉસીંગ બોર્ડ પાસે સીતારામ ચોક નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મનસુખ લખમણભાઈ બારૈયા રે.કું.વાડા, નારી રોડ, ભરત હનુભાઈ બારૈયા, કું.વાડા, નારી રોડ, હસમુખ બાબુભાઈ રાઠોડ રે.અમર સોસા., વિશાલ પ્રવિણભાઈ વાળા રે.કું.વાડા, નારી રોડ, ગીરીશ બાબુભાઈ વાળા રે.કું.વાડા નારી રોડ, નિલેશ ભરતભાઈ ધરજીયા રે.અક્ષરપાર્ક, અજયસિંહ કુંવરસિંહ ગોહિલ રે.કાશ્મીરી ક્વાર્ટર્સ અને સુનિલ તુલસીભાઈ વાળા રે.દરબારી કોઠાર પાસેને બોરતળાવ પોલીસ મથકના પો.કોન્સ. દશરથસિંહ, લગ્ધીરસિંહ, અર્જુનસિંહ, યોગેન્દ્રસિંહ, હરદેવસિંહ, હેડ કોન્સ. ડી.સી. સાંકળીયા, એએસઆઈ વાય.એસ. ગોહિલ સહિતનાએ રેડ કરી રોકડ રૂા.૧૮,૯૦૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઘોઘારોડ પર જુગાર રમતા સાત ઝડપાયા
શહેરના ઘોઘારોડ પર શિતળા માતાના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નરેશ ભરતભાઈ, રાકેશ ગણેશભાઈ, સાગર ધરમશી ભાઈ, ભદ્રેશ દુલાભાઈ, રોહિત ગામાભાઈ, વિશાલ જેન્તીભાઈ અને માનસંગ અમરસંગને એલસીબી સ્ટાફે રોકડ રૂા.૩પ૦૦ અને ૬ મોબાઈલ કુલ રૂા.૧ર,પ૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ઘોઘારોડ પોલીસને સોંપી દીધા હતા.