ભારત-રશિયા વચ્ચે મહત્વના કરાર થયા

1002

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન હાલ બે દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા છે. પ્રવાસના પ્રથમ દિવસે દિલ્હી સ્થિત હેદરાબાદ હાઉસ ખાતે પુતિન અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત યોજાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાર્ષિક દ્વિપક્ષીય શિખર બેઠક માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસીય ભારત યાત્રાએ છે.

સૂત્રોના હવાલે એવા અહેવાલ આવી રહ્યાં છે કે ભારત અને રશિયા વચ્ચે આજે થઈ રહેલી શિખર વાર્તામાં એસ-400 ટ્રાયન્ફ એર ડિફેન્સ સિસ્ટમને લઈને ડીલ થઈ ગઈ છે. બંને દેશો વચ્ચે આ અંગેની ડીલ પર હસ્તાક્ષર પણ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ ભારત આ એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની 5 રેજિમેન્ટ્સ ખરીદવાનું છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleRBIએ વ્યાજદરોમાં કોઈ બદલાવ ન કર્યો