ડોક્ટરો એવી સલાહ આપતા હોય છે કે ૪૦ વર્ષની ઉંંમર પછી નિયમિત રીતે બ્લડ શુગર, બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ અને વજનની ચકાસણી કરાવવી જોઇએ અને એ સ્ટેબલ રહે છે કે નહીં તેની તકેદારી રાખવી જોઇએ.
જે લોકોમાં આ ચારેય પરિબળોનાં રીડિંગ અલગ અલગ આવતાં હોય તેમને હાર્ટએટેક આવવાની શક્યતા ૪૧ ટકા વધી જાય છે એવું સાઉથ કોરિયામાં કરાયેલ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. બ્લડ પ્રેશર અને બ્લડ શુગરની માત્રા એકદમ જળવાઇ રહેવી જરૂરી છે. ૬,૪૮,૭૭૩ લોકોના વિવિધ રિપોર્ટની સ્ટડી કરવામાં આવ્યા બાદ રિસર્ચરોએ તારણ કાઢ્યું હતું કે નિયમિત રીતે ચેકિંગ કરાવતા લોકો આવા જોખમોથી બચી શકે છે.