વિજ્ઞાનીઓને સૌરમંડળની બહાર પહેલો ચંદ્ર મળ્યો

803

બ્રહ્માંડમાં એટલાં રહસ્ય છુપાયાં છે કે વિજ્ઞાનીઓ સતત તેના પરથી પડદો ઉઠાવવાનો પ્રયાસ કરતા રહ્યા છે. આ કડીમાં તેમણે એક મોટી સફળતા મેળવી છે. આ વખતે વિજ્ઞાનીઓએ સૌરમંડળની બહાર પહેલા ચંદ્રની શોધ કરી છે. આ ચંદ્રનો આકાર નેપ્ચ્યૂન ગ્રહની બરાબર છે અને તે એક ગેસીય ગ્રહની પરિક્રમા કરી રહ્યો છે, જેનો આકાર ગુરુ કરતાં પણ મોટો છે.

આ શોધ વિજ્ઞાનીઓ માટે આશ્ચર્યનો વિષય છે. આ શોધથી સાબિત થયું છે કે આપણા સૌરમંડળની બહાર પણ ચંદ્ર છે. સૌરમંડળમાં મળેલા લગભગ ૧૮૦ ચંદ્રથી તેે બિલકુલ અલગ છે.

કોલંબિયા યુનિવર્સિટીના એસ્ટ્રોનોમી પ્રોફેસર ડેવિડ કીપિંગે કહ્યું કે આ ખૂબ જ મોટો છે અને આપણા સૌરમંડળની વ્યવસ્થાથી ખૂબ જ ભિન્ન છે. આપણા સૌરમંડળના ચંદ્ર ચટ્ટાની અને બર્ફિલા પદાર્થોમાંથી બન્યા છે. બહારના ચંદ્ર અને તેનો મૂળ ગ્રહ બંને ગેસીય છે.

આ એક અનોખી જોડી છે. ધરતીથી તેનું અંતર ૮,૦૦૦ પ્રકાશવર્ષ છેે. કીપિંગથી સાથે આ અભ્યાસમાં કોલંબિયાના ગ્રેજ્યુએટ વિદ્યાર્થી એલેકસ ટીચી સામેલ રહ્યા. બંનેએ નાસાના હબલ અને કેપ્લર અંતરિક્ષ દૂરબીનથી આ ચંદ્રની જાણ મેળવી. પહેલી વાર કોઇ અભ્યાસમાં બહારના ચંદ્રનું સ્પષ્ટ પ્રમાણ મળ્યું છે. હજુ તેના સમર્થન માટે વધુ અભ્યાસ કરાશે.

આ ગ્રહ આ બહારના ચંદ્ર આપણા સૌરમંડળથી કેટલાય ગણો મોટો છે. સૌરમંડળનો સૌથી મોટો ચંદ્ર ગેનીમેડ છે, જે ગુરુની પરિક્રમા કરે છે, જેનો વ્યાસ લગભગ પ,ર૬૦ કિલોમીટર છે. આ બહારના ચંદ્રનો વ્યાસ લગભગ ૪૯,૦૦૦ કિલોમીટર છે.

Previous articleમાતા વૈષ્ણોદેવી સર્વાધિક સ્વચ્છ ધાર્મિક સ્થળ જાહેર
Next articleનવા બાંધકામની લડાઈમાં હિલ સ્ટેશન માઉન્ટ આબુ ત્રીજા દિવસે બંધ