અમેરિકી મોડલના દાવથી રોનાલ્ડોને લઇને અમારી રાય બદલાશે નહી : જુવેન્ટસ

900

ઇટેલિયન ચેમ્પિયન જુવેન્ટસે તેના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર લાગેલા દુષ્કર્મના આરોપ પર મૌન તોડ્યું છે. ક્લબે ક્હયું કે અમેરિકી મોડલના દાવથી આ પુર્તગાલી ફુટબોલરને લઇને તેમની રાય બદલાશે નહી. બીજી તરફ અમેરિકી રમત સામાન નિર્માતા નાઇકીએ કહ્યું કે તે આ આરોપોથી ચિંતિત છે. સીરિ એ ચેમ્પિયન જુવેન્ટ્‌સે ટિ્‌વટર પર ક્હયું, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગત કેટલાક મહિનામા જબરદસ્ત પ્રતિબદ્ધતા અને વ્યાવસાયીકરણ બતાવ્યું છે જેની જુવેંટસમાં દરેક લોકો વખાણ કરે છે. ક્લબે કહ્યું આ ઘટના ૧૦ વર્ષ જુની છે અને તેનાથી અમારો નિર્ણય બદલાશે નહીં. જ્યારે નાઇકીએ કહ્યું કે તે આ વિવાદને લઇને ખૂબ ચિંતામાં છે. નાઇકીના ક પ્રવક્તાએ કહ્યું કે અમે આ આરોપોને લઇને ચિંતીત છીએ અને હાલાત પર નજર રાખીને બેઠા છીએ.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પુર્તગાલે તેના આ સ્ટાર ખેલાડીને થોડાક સમય માટે આરામ આપ્યો છે. રોનાલ્ડોને સ્કોટલેન્ડ અને પોલેન્ડ વિરુદ્ધ રમવામાં આવનાર બે આંતરરાષ્ટ્રીય મેચમાં પુર્તગાલની ટીમને જગ્યા મળી નથી. રિયલ મૈડ્રિડના પૂર્વ ખેલાડી રોનાલ્ડોને સપ્ટેમ્બરમાં પણ આંતરરાષ્ટ્રીય મેચ માટે આરામ આપવામાં આવ્યો હતો. આ અંગે પુર્કગાલના કોચ ફર્નાંદો સાંતોસે કહ્યું, ભવિષ્યમાં કોઇપણ રોનાલ્ડોને રાષ્ટ્રીય ટીમમાં યોગદાન આપવાથી રોકી શકશે નહીં.

Previous articleરાજકોટ ટેસ્ટ : ભારતના નવ વિકેટે ૬૪૯, કોહલી છવાયો
Next articleપૃથ્વી શૉને હજૂ સમય આપો, જેથી તે વધારે રન બનાવી શકે : ગાંગુલી