રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ દ્વારા દેશમાં પ્રથમ વખત બિહાર રાજયની બહાર ગુજરાતમાં બિહારની સાંસ્કૃતિક ધરોહર અને યુવાનોને ઉદ્યમી તેમજ સાહસિક બનાવવા માટેનો એક શ્રેષ્ઠ અભિયાનરૂપી કાર્યક્રમ ગાંધીનગરના ભાટ ગામે ઈ.ડી.આઈ. ખાતે યોજવામાં આવ્યો હતો. બિહારને ઔદ્યોગિક ક્રાંતિ સાથે જોડવા માટે બિહારના લોકો જે બીજા રાજયોના ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. એમને એક પ્લેટફોૃમ પર લાવીને ઔદ્યોગિક સાહસિકતા અને રોજગાર સર્જનથી સંબંધિત એક કાર્યશાળા અને મિથિલા એન્ટરપ્રિન્યોર કનકલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બિહાર સરકારના યોજના આયોગના અધ્યક્ષ સંજયકુમાર ઝાએ મુખ્ય અતિથિપદેથી સંબોધતા જણાવ્યું હતું કે, બિહારના યુવાનોએ સાહસિકતા અને હુન્નર બન્ને છે, તેનો ઉપયોગ દેશ, રાજય અને સમાજના વિકાસમાં થવો જોઈએ. ગુજરાતમાં વસતા બિહારના યુવાનો આગળ આવી ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિ લાવવા નાના-મોટા ઉદ્યોગો સ્થાપી સાહસિકતા બતાવે અને રોજગાર ક્ષેત્રે આગળ વધે એવો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ગુજરાતમાં રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમના ગ ુજરાતના મુખ્ય ઝોલન અધિકારી પી.કે.ઝાએ નિગમની કામગીરી વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે ગુજરાતની ઔદ્યોગિક ક્રાંતિના વિકાસમાં બહારના વધુને વધુ યુવાનો અને લોકો જોડાઈ પોતાની સાહસિકતા દાખવે અને ભારત સરકાર અને ગુજરાત રાજયની ઔદ્યોગિક યોજનાઓનો પુરેપેરો લાભ ઉઠાવે એવો ભારપુર્વક અનુરોધ કર્યો હતો. આ રોજગાર અને વિકાસ કાર્યમાં એનએસઆઈસી તેમજ અન્ય ઔદ્યોગિક સાહસો યુવાનોને પુરેપુરો સહકાર આપશે એવી ખાતરી આપી હતી. આ પ્રસંગે બિહારના મૂળ બ્યુરોકેટ્સ અને રોજગાર સર્જનથી સંબંધિત અનુભવી અધિકારીઓમા પ્રિન્સિપાલ સેક્રેટરી એમ.કે.દાસે પોતાના સંબોધનમાં ગુજરાતમાં થયેલ ઔદ્ય?ગિક વિકાસની પ્રશંસા કરતાં આ ક્ષેત્રમાં જે નવા રોજગારની તકો ઉધડી છે તેનો લાભ બિહારના યુવાનો ઉઠાવે. આ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ સચિવ બ્રિજેશ ઝા, મોહન ઝા, સંદિપ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન સંદિપ ઝાએ પોતાના સંબોધનમાં બિહારના યુવાનોને ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતમાં વધુને વધુ રોજગાર મળે તેવો સુનિયોજીત આયોજન ઘડવા પર ભાર મુકયો હતો.