શહેરના વાઘાવાડી રોડ પર શ્લોક એપાર્ટમેન્ટમાં રહેતા ડો.ટીપનીશના ફલેટના કોઈ તસ્કરો તાળા તોડી મકાનમાં રોકડ અને દાગીના મળી ૮ લાખની ચોરી કરી નાસી છુટ્યા હતા. બનાવ અંગે એલસીબી ટીમે બે ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગઇ તા.૨૭/૧૦/૨૦૧૭નાં રોજ ભાવનગર શહેરમાં રહેતાં ડો. અતુલકુમાર કુમારભાઇ ટીપનીસે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરીયાદ લખાવેલ કે,ગઇ તા.૧૯/૧૦/૧૭ નાં રોજ પોતાનાં ઘરનાં સભ્યો સાથે દિવાળી વેકેશનમાં ફરવા માટે દુબઇ ગયેલ.તે દરમ્યાન તા.૨૨/૧૦/૨૦૧૭નાં રોજ શહેરમાં જ રહેતાં તેઓનાં ભાઇએ ફોન કરી તેઓનાં ઘરે ચોરી થયેલ હોવાની જાણ કરેલ.ત્યાર બાદ તા.૨૬/૧૦/૨૦૧૭નાં રોજ પોતે ભાવનગર આવી ઘરે તપાસ કરતાં ઘરમાં તિજોરીમાં રાખેલ રૂ.૫,૦૦,૦૦૦/- તથા સોનાનાં દાગીનાં મળી કુલ રૂ.૭,૯૫,૦૦૦/-ની ચોરી થયેલ હોવાની ફરીયાદ દાખલ કરવામાં આવેલ.
ભાવનગર,એલ.સી.બી. ની ટીમ શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં વિકટોરીયા પાર્કથી સીદસર તરફ જતાં રોડ ઉપર જ્ઞાનમંજરી સ્કુલ તરફનાં રોડ પાસે આવતાં સફેદ કલરનાં એકટીવા સ્કુટર રજી. નંબર-જીજે૪ સીકે ૭૨૭૧ સાથે સ્કુટર ચાલક સુરેશ ઉર્ફે રાહુલ નાગજીભાઇ કરશનભાઇ ઝાલા ઉ.વ.૨૮ તથા તેની પાછળ બેસેલ મહેન્દ્દ ઉર્ફે મયુર હર્ષદભાઇ રામજીભાઇ ચૌહાણ ઉ.વ.૩૦ રહે.બંને શાકમાર્કેટ પાસે, ભગવાનભાઇ ભરવાડની ડેરી પાસે,નવા બે માળીયા,ભરતનગરવાળા શંકાસ્પદ રીતે મળી આવેલ.તેઓનાં એકટીવા સ્કુટરની ડીકીમાં જોતાં કાળા-લાલ કલરનાં થેલામાંથી અલગ-અલગ સોનાનાં દાગીના કિ.રૂ.૩,૦૯,૨૦૦/- તથા રૂ.૫૦૦/-નાં દરની ૧૦૦-૧૦૦ નોટનાં બંડલ-૭ રોકડ રૂ.૩,૫૦,૦૦૦/- તથા સ્કુટર કિ.રૂ.૩૦,૦૦૦/- તથા મોબાઇલ-૨ કિ.રૂ.૮,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૯૭,૨૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ અને બંનેને ધોરણસર અટક કરવામાં આવેલ.
આ બંને ઇસમોની વારાફરતી પુછપરછ કરતાં ઉપરોકત રોકડ રૂપિયા તથા સોનાનાં દાગીનાં તેઓએ ગઇ તા.૨૧-૨૨/૧૦/૨૦૧૭ (ભાઇબીજની રાતે) ભાવનગર,ઘરશાળા સ્કુલ પાછળ આવેલ શ્લોક એપાર્ટમેન્ટમાં રહેતાં ડો.ટીપનીસનાં ઘરે ચોરી કરેલ.તે ચોરીમાં મળેલ હોવાની હોવાની કબુલાત કરેલ.જે કબુલાત આધારે તેઓને આગળની વધુ કાર્યવાહી થવા માટે નિલમબાગ પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં વી.જે. ચુડાસમા, પ્રદ્યુમનસિંહ ગોહિલ,ભીખુભાઇ બુકેરા,ચંદ્દસિંહ વાળા,સત્યજીતસિંહ ગોહિલ, વિઠ્ઠલભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.